Gujarati Box
.
A pitiable sight
Muktapanchika now in Gujarati script!!
મુક્તપંચિકા
આજે સોમવાર, 12 જૂન, 2006. આજે ગુજરાતમાં શાળાઓનાં નવા સત્રનો આરંભ.
બાળકો ખભે બોજો લટકાવી સ્કૂલે ઉપડશે!! કૂમળી વયે કેવો અસહ્ય ભાર આ શિક્ષણ-પદ્ધતિનો!
આધુનિકતાની દોડમાં, મોડર્ન એજ્યુકેશન પદ્ધતિના પાપે આપણે બાળકની શી દશા કરી છે, તેનો કરુણ ચિતાર
નીચેની મુક્તપંચિકામાં વ્યક્ત કરું છું.
આમાં હાસ્ય નથી, રમૂજ નથી. કરુણતા છે, નરી કરુણતા!
***
ચશ્મિત આંખે,
ઝૂકેલ ખંધે
બેગ ટિફિન લઈ,
દેહ દોદળો
ઉપડ્યો સ્કૂલે.
*****
... હરીશ દવે ...
.
મુક્તપંચિકા
જંગી જંગલ
કોંક્રીટના આ
શહેરમાં, સહસા
આજે નમણું
તરણું કોળ્યું!
......
ધગતે હૈયે
અતીત જાગે!
યાદો પીગળે આંખે,
આંસુ થઈને
ગાલે સરકે!
......
*** હરીશ દવે.
મુક્તપંચિકા: 14/07/06
જંગી જંગલ
કોંક્રીટના આ
શહેરમાં, સહસા
આજે નમણું
તરણું કોળ્યું!
......
ધગતે હૈયે
અતીત જાગે!
યાદો પીગળે આંખે,
આંસુ થઈને
ગાલે સરકે!
......
*** હરીશ દવે.
મુક્તપંચિકા 15/08/2006
(15/08/2006)
જલસભર
નભવાદળી
લથબથ થઈને
જગ કરંતી
તરબતર.
..........
ફૂલ પાંદડી
સમ અધર
પર, સ્મિત મધુર
ધારી,મોહતું
આ નવશિશુ.
.......
અર્ધા નભમાં
અર્ધું વાદળ
અર્ધી અર્ધી બરખા!
અર્ધ ભીગેલું
તપ્ત બદન!
................
Subscribe to:
Posts (Atom)