.

Gujarati Kavit, Shayari, Gazal, and more.........

**** પ્રેમ ની મુલાકાત પ્રેમ
સાથે કંઈક આવી હતી***

મુલાકાત એ પ્રેમ ની આપણી હતી ,
તું જોતો'તો રાહ'ને હું
હાંફળી-હાંફળી આવી હતી,,,
નજરોથી તે મને એમ નીહાળી હતી,
થોડી શરમ મારા પ્રેમ સાથે
એમજ ભળી હતી,,,
તારા હાથોના સ્પર્શ થકી હું
જાણતી હતી,
તારા પ્રેમની એ મારી ઉપર
લ્હાણી હતી,,,
શબ્દો થી વ્યકત હું ના કરતી હતી,
શબ્દો ની જરુર આપણે ન જાણી હતી ,,,
મારા હાથો થી કોળીયા હું
ખવરાવતી હતી,
શબ્દો થી ન વર્ણવી શકાય એવી
મજા મેં માંણી હતી,,,
તને જોઇને જે મજા મેં માંણી હતી,
એ તને પામવાની મજા જેટલી
સવાઈ હતી,,,
છૂટાં પડી શકો તો છૂટાં પડી શકો છો.

દિલમાં તમોને સ્થાપ્યાં, મમતાની સાથે માપ્યાં,
છો રોમરોમ વ્યાપ્યાં, ક્યાંથી જશો હવે તો ?

તોયે કહો તમે કે છૂટાં હવે પડીશું,
આ કાળના પ્રવાહે ક્યારે રહો મળીશું !
ના દેશકાળ પાડે છૂટાં કદીય ઉરને,
તન છો પડે અલગ પણ રાખીશું સાથ મનને.

તપના પવિત્ર તીર્થે સંયમતણી સુ-સરિતા,
મંદિર રચ્યું પ્રણયનું ગાતાં રસાળ કવિતા,
પૂજીશું પ્રેમે નિશદિન, ત્યાં આરતી ઉતારી
નૈવેદ્ય દિવ્ય ધરશું નિયમો સમસ્ત પાળી.

પ્રતિપળ સમીપ શ્વાસોશ્વાસે મળી રહીશું,
સરિતા ને સિંધુસરખાં સંગમમહીં વહીશું,
હું તો પડી શકું ના, જાણો તમે તમારી,
હૃદયે સદા રમો છો, ક્યાંથી ને ક્યાં જશો આ.






પામી નહીં શકાય ઘણીવાર એક પળ,
ચોરી નહીં શકાય ઘણીવાર એક પળ.

સમજણ બધી જ આપણી માથે પડી શકે,
સમજી નહીં શકાય ઘણીવાર એક પળ.

પ્રત્યેક પળ ઉપર પછી એની અસર રહે,
જીવી નહીં શકાય ઘણીવાર એક પળ.

આખીય જિંદગી તને અર્પણ કરી છતાં,
આપી નહીં શકાય ઘણીવાર એક પળ.

પ્રત્યેક માપ આપણું ખોટું
પડે 'કિરણ',
માપી નહીં શકાય ઘણીવાર એક પળ.


હું તમારી આંખ નુ આંસુ થવા માંગુ છુ, જે થી કરી ને..
મારો જન્મ તમારી આંખો મા થાય
જીવન તમારા ગાલ પર વિતે, અને..
મૃત્યુ તમારા હોંઠો મા થાય.

શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.

તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.

અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.

હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર
આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર
ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર
થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર................


મનોરંજનકરીલઉંછું, મનોમંથનકરીલઉંછું,પ્રસંગોપાતજીવનમાંપરિવર્તનકરીલઉંછું.
સમજપૂર્વકસમષ્ટિનુંસમાલોચનકરીલઉંછું,જીવનનેહુંવલોવીઆત્મસંશોધનકરીલઉંછું.
મનોબળથીમનોવૃત્તિઉપરશાસનકરીલઉંછું
નયનનિર્મળકરીનેરૂપનાદર્શનકરીલઉંછું.

નિરંતરશ્વાસપરજીવનનુંઅવલંબનનથીહોતું,બહુધાહુંહૃદયમાંએકઆંદોલનકરીલઉંછું.
અમેપાગલ, અમારેભેદશોચેતન-અચેતનમાં,પ્રતિમાહોકેહોપડછાયોહુંઆલિંગનકરીલઉંછું.
સમયક્યારેવિસામોખાયછેઅકબરનાજીવનમાં ?વિસર્જનથાયછેનિત્, નિત્નવુંસર્જનકરીલઉંછું.


ઓ મારા નગર
આ કેવી કયામત તાર ઉપર તૂટી પડી છે.
તારી રોનક અને ઝિન્દાદીલી નો કોણ શત્રુ છે?
તારી મુસ્કુરાતી ઉષાઓ
તારી ગુનગુનાતી સન્ધ્યાઓ.
તારી રંગીન રાત્રિઓ,
ભલા કોને ડંખી રહી છે?
આ કોણ દ્રુષ્ટ અત્યાચારી છે?
જે પ્રવુત્ત યાત્રીઓની સામુહિક હત્યાઓ કરી રર્હ્યો છે.
જે સન્ધ્યા ને રકત થી રંગી રહ્યો છે.
હે મારા શહેર !
જો કે આ કયામત તારા ઉપર તૂટી પડીછે.
તારી બધી ગલીઓ,અને બજારો વેદનામામ ડૂબી ગયાઁ છે.
પરંતુ જે લાવણ્ય તારા સ્વભાવગત છે,
જે તોફાનોની દિશાને વણાક આપવાની તારી ત્રેવડ છે,
તે પાશ્યાત્ય ભૂમિકા મારા વિસ્વાસને અડ્ગ બનાવેછે.
તારુઁ લલાટ કોઈ અત્યાચારીના સામે ઝુકી નથી શકતુઁ.
તારા હોસલાનુ ખમીર કદીયે તૂટી નથી શકતુઁ.

કંગાળ દિલના છે ઘણા ધનવાન થવું છે.
ચહેરા ફરે છે કેટલા ઈંન્સાન થવું છે.

થોડી જગા બસ જોઇએં તારા હૃદય મહીં
બે ચાર દિન જે કંઈ મળે મહેમાન થવું છે.

ના ઓળખે મુજને કોઈ એની નહીં પરવા
હું ઓળખું તુજને પછી અનજાન થવું છે.

ફેલાય જાવું છે બધે ખૂશ્બુનો સ્વાંગ લઈ
બેસી હવા ની કાંધ પર વેરાન થવું છે.

પેરીસહો,લંડન ભલા ટોરંટોની ગલી યાર
જોને ‘આ દિલને હિંદુસ્તાન થવું છે.

હાલત હતી કઁઈ એવી આ દિલ તણા નશાની .
કે જામ છોડી મુજપર દ્રષ્ટિ હતી બધાની.

આવી સિતમની વિજળી, માળો ધરી દીધો મેં
યાચી રહમ કદીજો યાચી ફકત ખુદાની.

વાતો કરી લીધી છે લઇ મૌનનો સહારો,
આકાશના વદન પર રેખા બની વ્યથાની .

તારી ઉપેક્ષા તો જો પાષાણ દિલ કરી ગઇ,
મહેકી રહી’તી ફૂલો સમ જિંદગી મઝાની.

મરતો રહ્યો જિવન ભર એની મૃદુ અદા પર,
નિરખી છબી શક્યો ના મારી જિવન અદાની.

જ્યારે હિના પીસાઈ પથ્થર તણા પ્રહારે
ત્યારે ચડી હથેલી_પાની ઉપર પ્રિયાની.

આ પાંપણો દિવસની બીડાય ઉંઘી જાશે,
સંધ્યા સવાર થાશે ખૂલશે કથા નિશાની.

સાંધી જિવનનો પાલવ દોરા થકી સમયના,
પ્રતીક્ષા કરે કયાં માનવ ? કાતર સમી કઝાની.

ફૂલો ગણી ચમનનાં કાંટા કદી ચુમેલા,
કેવી હશે ?પ્રણયમાં દીવાનગી વફા ,ની

લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે


છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો
વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે


સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે


આપવા બીજું ન’તું કોઈ કને
દુ:ખ પણ આપીને બેઠા હોય છે


તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે


તે પછી ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે


નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.


હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ,
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો.


ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો.


ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.


તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.

થોડો બાવળને આવ્યો કંટાળો –
ઑિફસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો

‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ િબલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાની રાખીએ િડટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ,
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી િસમેન્ટમાં હેત જો ભળે ને તો જ બનતો આ માળો હૂંફાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો

ક્વૉિલટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ‘ઓકે’,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે,
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો !
થોડો બાવળને આવ્યો કંટાળો


કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
>પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.
ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.

યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,
પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,
ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા,
છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા.



દુ:ખનાં ડાંડિય

ા એ રુપાળિ છે ગામની ગોર
કામણગારી કુંવારી છોરી
મારા સપનામાં આવીને બોલી
તારે ત્યાં નહિ આવે મારી ડોલી
હું ડાહ્યો ડમરો, સીધો સાદો.....ઢોલ નગારા વાગે દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
ખેતરમાં લાંબા લાંબા ઝાડવાઓ ઝુલતા'તા
વાડીયે જઇને અમે કેરી આંબલિ ખાતા'તા
કોલેજમાં ગુલ્લિ મારી ગિલ્લિ ડંડા રમતા'તા
રસ્તાનાં કુતરા મારું મોઢુ જોઇને ભસતા'તા
એનો બાપો આવ્યો ....(આવવા દે)
સાથે પોલિસ લાવ્યો...( લાવવા દે )
મને ખાટ્લા ઉપર ઉન્ધો પાડી ..પાછળ માર્યા.....બે....ચાર.. ડંડા............ .
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા

પીતા

તમે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવશો?

અંબાણી

કદી નહીં.

પીતા

પણ જો તે વર્લ્ડ બેન્કનો વાઈસ પ્રેસીડેન્ટ હોય તો?

અંબાણી

હા, એ વાત અલગ છે !
——————————————————–
પીતા

તમે મારા દીકરાને વાઈસ પ્રેસીડેન્ટ બનાવશો?

વર્લ્ડ બેંકનો પ્રેસીડેન્ટ

કદી નહીં.

પીતા

પણ જો તે અંબાણીનો જમાઈ હોય તો?

વર્લ્ડ બેંકનો પ્રેસીડેન્ટ

એ વાત અલગ છે.
——————————————————–
અને દીકરો અંબાણીનો જમાઈ અને વર્લ્ડ બેંક્નો વાઈસ પ્રેસીડેન્ટ બની ગયો.
આને કહેવાય માર્કેટીંગ !!!!


કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
- કૈલાસ પંડિત


ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.
પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!
ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.
>થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.



એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો'તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો'તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે


આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?






તુ નથી ક્યાંય પણ, ને તું જ બધે વસે છે
અને તેથીજ આ જીવ તને પામવા તલસે છે

કહે છે બધા, તું છે નિરાકાર એકજ આ વિશ્વમાં
અને દરેક રુપમાં જગતના તું જ બધે શ્વસે છે

આવ તુ ફરી રાસ લીલા કરવા જમુના તટે
તને જોવા એ રુપમાં આ આંખો તરસે છે

આવ આ ધરતીને જરુર છે તારા સ્પર્શની
તારા વિના અહી બધે ફક્ત પાપ વરસે છે